નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ. સ.). રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લોકો ના શ્વાસ પર ખતરો ચાલુ છે. હાલમાં હવાની ગુણવત્તામાં કોઈ સુધારો થયો હોય તેવું લાગતું નથી. પ્રદૂષણને કારણે દિલ્હીની હવા ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, રાજધાનીમાં આજે (શનિવાર) સવારે એકંદરે હવા ગુણવત્તા સૂચકાંક (એકયુઆઈ) 400ને પાર કરી ગયો છે. જહાંગીરપુરીમાં એકયુઆઈ 468, બવાના માં 466, આનંદ વિહારમાં 450, અશોક વિહારમાં 441, દ્વારકા સેક્ટર-8માં 439, બુરારીમાં 427, આઈજીઆઈ એરપોર્ટ પર 423, આઈટીઑ માં 388 અને આયા નગરમાં 383 એકયુઆઈ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, શુક્રવારે સવારે એકયુઆઈ આનંદ વિહારમાં 411, અલીપુરમાં 432, વજીરપુરમાં 443, આરકે પુરમમાં 422 નોંધાયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, ગુરુવારે દિલ્હીનો એકયુઆઈ 390 હતો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એર ક્વોલિટી અર્લી વોર્નિંગ સિસ્ટમ અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં પવનની ગતિ સામાન્ય રીતે દસ કિલોમીટરની નીચે રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં, પ્રદૂષક તત્વો નો ફેલાવો શક્ય નથી.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
