નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિં.સ.) ટાટા ગ્રૂપની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે 2 નવેમ્બર સુધી તેલ અવીવ માટે તેની તમામ નિર્ધારિત ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે.
એર ઈન્ડિયાના એક અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” તેલ અવીવ માટે નિર્ધારિત તમામ ફ્લાઈટ્સ 2 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. એર ઈન્ડિયાએ ઑક્ટોબર 7 થી તેલ અવીવ માટે અને ત્યાંથી કોઈપણ નિર્ધારિત ફ્લાઇટ્સનું સંચાલન કર્યું નથી.” જો કે, આ મહિને ઇઝરાયેલથી ભારતીયોને પરત લાવવા માટે સરકાર ના ઓપરેશન અજય હેઠળ કેટલીક ચાર્ટર્ડ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી છે.
એર ઇન્ડિયા એરલાઇન્સ સામાન્ય રીતે, રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીથી તેલ અવીવ માટે પાંચ સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. એર ઈન્ડિયાની આ સેવાઓ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
