નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (પીએમએમવીવાય) પરનો રાષ્ટ્રીય કાર્યક્રમ, આવતીકાલે યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર, મુંબઈ ખાતે યોજાશે.
કાર્યક્રમને બે સત્રમાં વહેંચવામાં આવ્યો છે. તે પહેલાં એક વર્કશોપ થશે અને ત્યાર બાદ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય મંત્રી એકનાથ સંભાજી શિંદે અને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઝુબિન ઈરાની અધ્યક્ષતામાં ઉદ્ઘાટન સત્ર યોજાશે.
આ કાર્યક્રમ, પીએમએમવીવાયના મહત્વના પાસાઓ, અને સિદ્ધિઓને પ્રકાશિત કરશે અને પીએમએમવીવાય પોર્ટલ અને મોબાઈલ એપની વિશેષતાઓને પ્રકાશિત કરશે.
આ કાર્યક્રમમાં નાગરિકો, ક્ષેત્રીય કાર્યકર્તાઓ, નિરીક્ષકો, મંજૂરી અધિકારીઓ, જિલ્લા નોડલ અધિકારીઓ અને રાજ્ય નોડલ અધિકારીઓ સહિત, વિવિધ હિસ્સેદારો માટે નવા પીએમએમવીવાય પોર્ટલ માટે એક વ્યાપક વપરાશકર્તા માર્ગદર્શિકાનું વિમોચન પણ સામેલ હશે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ / દધીબલ / ડો. હિતેશ / માધવી
