નવી દિલ્હી, 26 ઓકટોબર(હિ. સ.) બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાએ, મુંબઈના બાંદ્રાના પાલી હિલ વિસ્તારમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે. ખબર છે કે, આ ઘરની કુલ કિંમત 17.01 કરોડ રૂપિયા છે. પાલી હિલના પોશ વિસ્તારમાં આવેલ આ આલીશાન મકાનમાં 1474 ચોરસ ફૂટનો વિસ્તાર અને બે આરક્ષિત પાર્કિંગની જગ્યાઓ છે.
પ્રીતિ ઝિંટાએ આ ઘર ‘કીસ્ટોન રીયલટર્સ લિમીટેડ’ પાસેથી ખરીદ્યું છે અને તેનો દસ્તાવેજ 23 ઓક્ટોબરે કરાવેલ છે. દસ્તાવેજોથી જાણવા મળ્યું છે કે, પ્રીતિ ઝિન્ટાએ ઘર ખરીદતી વખતે લગભગ 85.08 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે.
બીજી તરફ, બોલિવૂડ એક્ટર મનોજ બાજપેયી અને તેમની પત્ની શબાના બાજપેયી એ, 4 ઓક્ટોબરે મુંબઈના ઓશિવારા વિસ્તારમાં 7620 ચોરસ ફૂટના ચાર ઓફિસ યુનિટ ખરીદ્યા હતા. કુલ ખર્ચ રૂ. 32.94 કરોડનો અંદાજ છે. આ ઉપરાંત, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી સારા અલી ખાને પણ, થોડા દિવસો પહેલા મુંબઈમાં વિવિધ સ્થળોએ ઓફિસ માટે વ્યૂહાત્મક સ્થાનો ખરીદ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / દધીબલ / માધવી
