નવી દિલ્હી, કટોકટીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલી સ્પાઈસજેટ એરલાઈન્સે, એરક્રાફ્ટ લીઝિંગ કંપની એશલોન આયરલેન્ડ મેડિસન વન લિમિટેડ સાથે, રૂ. 413 કરોડના વિવાદનું સમાધાન કર્યું છે. છેલ્લા બે સપ્તાહમાં સ્પાઈસ જેટે, આ ત્રીજો વિવાદ ઉકેલ્યો છે.
સ્પાઇસજેટે ગુરુવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,” કંપનીએ એશ્લોન આયરલેન્ડ મેડિસન વન લિમિટેડ સાથે રૂ. 413 કરોડના, વિવાદનું સમાધાન કર્યું છે. આ કાનૂની વિવાદના સમાધાનથી કંપનીને 4.8 કરોડ ડોલર (આશરે રૂ. 398 કરોડ)ની બચત થશે. આ વિવાદના સમાધાન હેઠળ સ્પાઈસજેટ બે એરફ્રેમ્સનું હસ્તગત કરશે. વાસ્તવમાં, એરફ્રેમ એ એન્જિન વિનાનું વિમાન છે.
આ પહેલા 5 માર્ચે, સ્પાઈસજેટ એરલાઈન્સે લગભગ 1.12 કરોડ ડોલર (રૂ. 93 કરોડ)ના વિવાદ સંબંધિત ક્રોસ ઓશન પાર્ટનર્સ સાથે સમાધાન કર્યું હતું. સ્પાઈસજેટે જણાવ્યું હતું કે,” આ વિવાદોના સમાધાનથી કંપની માટે કુલ રૂ. 685 કરોડની બચત થઈ છે.” કંપનીએ આ પહેલા 28 ફેબ્રુઆરીએ, સેલેસ્ટિયલ એવિએશન સાથે 2.99 કરોડ ડોલર (રૂ. 250 કરોડ)ના વિવાદનું સમાધાન કર્યું હતું.”
નોંધનીય છે કે, સ્પાઈસ જેટ એરલાઈન, જે અનેક અવરોધોનો સામનો કરી રહી છે અને ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. તે ત્રણ વિવાદોનું સમાધાન કરીને ત્રણ એરફ્રેમ હસ્તગત કરી રહી છે. આ એરફ્રેમ્સ, બોઇંગ 737 એનજી એરક્રાફ્ટની છે.
