નવી દિલ્હી, 30 ઓક્ટોબર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત રાજધાની દિલ્હીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઇડી ઓફિસ પહોંચ્યા હતા. કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી એ તેમને ફેમા કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે જણાવ્યું કે,” રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને ફેમા કેસમાં, પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.” મળતી માહિતી મુજબ, ઇડી એ તેને પહેલા શુક્રવારે સમન્સ પાઠવ્યું હતું, પરંતુ પછી હાજર થવાનો સમય વધારીને 30 ઓક્ટોબર કર્યો હતો.
તપાસ એજન્સીએ વૈભવ ગેહલોતને, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (ફેમા) હેઠળ પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા, ઇડી ની ટીમે મની લોન્ડરિંગ કેસમાં મુંબઈ સ્થિત ટ્રાઇટોન હોટેલ્સ નામની પેઢી સામે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન, ફેમા હેઠળ, જયપુર, ઉદયપુર, મુંબઈ અને દિલ્હી સહિત ઘણા સ્થળોએ 29 થી 31 ઓગસ્ટ સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. રિસોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના ડિરેક્ટર રતનકાંત શર્મા છે. જેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતના બિઝનેસ પાર્ટનર પણ છે.
