નવી દિલ્હી, 30 ઓકટોબર : બોલિવૂડ ક્વીન કંગના રનૌતની લોકપ્રિય ફિલ્મ તેજસ, 27 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી હતી. જો કે, ફિલ્મ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર જાદુ બનાવવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. ‘તેજસ’એ બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા ઘણી ઓછી કમાણી કરી હતી.
ફિલ્મે રિલીઝના પહેલા અને બીજા દિવસે 1.25 કરોડ રૂપિયાનુ, કલેક્શન કર્યું હતું. આંકડાઓ પર નજર કરીએ તો ફિલ્મે બે દિવસમાં માત્ર 2.50 કરોડનું કલેક્શન કર્યું છે. હવે ત્રીજા દિવસની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે અને તેને જોતા લાગે છે કે, કંગનાની ‘તેજસ’ પહેલા ત્રણ દિવસમાં 4 કરોડ રૂપિયાનો આંકડો પણ પાર કરી શકી નથી.
‘તેજસ’ માટે પહેલો વીકએન્ડ, ખૂબ જ નિરાશાજનક રહ્યો. ‘સૈકનિક’ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે માત્ર 1.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કંગના માટે ખૂબ જ ચિંતાની વાત છે કે, 60 કરોડના બજેટવાળી આ ફિલ્મ પહેલા વીકએન્ડમાં 5 કરોડનો આંકડો પણ પાર કરી શકી નથી.
રિપોર્ટ અનુસાર, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે,’ આગામી સોમવારના ટેસ્ટમાં ફિલ્મ ચોક્કસપણે ફેલ થશે. આ આંકડાઓ પર એકંદરે નજર કરીએ તો સોમવારે ફિલ્મ 54 લાખ રૂપિયાની કમાણી કરશે.’
ગઈકાલે કંગનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. દર્શકોને ફિલ્મ જોવાની વિનંતી, તેણે કરી હતી. આ કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી છે. ‘ધાકડ’ કરતાં વધુ સારી હોવા છતાં, કંગનાની ‘તેજસ’ને બોક્સ ઓફિસ પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, ચોક્કસ મહેનત કરવી પડશે.
