ચંડીગઢ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર : પંજાબ પોલીસ અને બીએસએફના સરહદી વિસ્તારમાં શરૂ કરાયેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન, પાકિસ્તાનના ક્ષતિગ્રસ્ત ડ્રોનમાંથી લગભગ 14 કરોડ રૂપિયાનું હેરોઈન મળી આવ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે,” ડ્રોન કનેક્શન તૂટી જવાને કારણે, પડી ગયું અને ક્ષતિગ્રસ્ત થઈ ગયુ.”
બીએસએફના જણાવ્યા અનુસાર,” આ ઓપરેશન અમૃતસરના સરહદી ગામ ભૈનીમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ડ્રોનની હિલચાલ જોવા મળી હોવાના અહેવાલ મળ્યા હતા. ત્યાર પછી આ વિસ્તારને સીલ કરીને, ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન, રવિવારે મોડી સાંજે, ખેતરોમાંથી ક્ષતિગ્રસ્ત ડ્રોન અને પીળા રંગનું પેકેટ મળી આવ્યું હતું. આ ડ્રોન (કવાર્ડકોપ્ટર ડીજેઆઈ મોવિક-3 કલાસીક) ચીનમાં બનાવવામાં આવ્યું છે. તેની સાથે પીળા રંગનું પેકેટ બાંધેલું હતું. તેમાં હેરોઈન હતું. હેરોઈનનું વજન 2.146 કિલો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 14 કરોડ રૂપિયાથી વધુ છે.”
એ જ રીતે બીએસએફ અને પોલીસને, તરનતારનના ખેમકરણમાં પણ એક બળેલું પેકેટ મળ્યું છે. જેમાં 2.9 કિલો હેરોઈન અને 0.30 બોરના, 4 રાઉન્ડ મળી આવ્યા છે. બીએસએફે તપાસ માટે ડ્રોન અને હેરોઈનને, એફએસએલમાં મોકલી આપ્યા છે.
