લખનૌ, નવી દિલ્હી, 15 નવેમ્બર (હિ.સ.) સહારા પરિવારના વડા સુબ્રત રોય સહારાનો જન્મ 10 જૂન 1948ના રોજ, બિહારના અરરિયામાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ, હોલી ચાઈલ્ડ સ્કૂલ, કોલકતામાં થયું હતું. આ પછી તેણે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તે દેશભરમાં ‘સહારાશ્રી’ તરીકે પણ જાણીતા હતા. તેણે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી, માત્ર બે હજાર રૂપિયામાં કામ શરૂ કર્યું અને તેનું નસીબ એવું ચમક્યું હતું કે, થોડા જ સમયમાં, તેમણે બે લાખ કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી લીધુ. પોતાના વ્યાપારનો આ ધ્વજ, માત્ર ઉત્તર પ્રદેશ અને દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ લહેરાવ્યો હતો.
સુબ્રત રોયની જીવનયાત્રા-
સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ એક બંગાળી પરિવારમાં થયો હતો. તેણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1978માં સુબ્રત રોયે એક મિત્ર સાથે મળીને, સ્કૂટર પર બિસ્કીટ અને નમકીન વેચવાનું શરૂ કર્યું. ગોરખપુર શહેરમાં માત્ર 2000 રૂપિયા અને એક સ્કૂટરથી પોતાનો નાનો બિઝનેસ શરૂ કર્યો. તેણે તેને બે ખુરશીઓ અને એક સ્કૂટરવાળા રૂમમાં શરૂ કર્યું અને પછી તેણે તેની ઇચ્છાશક્તિથી, તેને એક મોટા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું. તેઓ સહારા ગ્રુપના સ્થાપક બન્યા અને 2 હજારથી 2 લાખ કરોડ રૂપિયા સુધીની સફળ સફર કરી. થોડા જ સમયમાં સુબ્રત રોય દેશ અને દુનિયામાં એક મોટા બિઝનેસમેન તરીકે ઓળખાવા લાગ્યા.
સહારા ઈન્ડિયાનું સામ્રાજ્ય, હજારો કંપનીઓ અને શેરબજારમાં ફેલાયેલું છે-
સમયની સાથે સુબ્રત રોય, વ્યાપાર ક્ષેત્રે જાણીતા ઉદ્યોગપતિ બની ગયા અને સહારા ગ્રૂપનો વિકાસ થયો. એક સમયે સહારા ઈન્ડિયા ગ્રુપની 4 હજારથી વધુ કંપનીઓની સ્થાપના થઈ હતી. તેમાંથી 4 શેરબજારમાં લિસ્ટ થયા હતા. સહારા ગ્રુપ વર્ષોથી, ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય હોકી ટીમનું સ્પોન્સર હતું. એટલું જ નહીં, સહારાએ લખનૌમાં, સહારા શહેરની સ્થાપના પણ કરી. જેમાં હેલીપેડ, ક્રિકેટ સ્ટેડિયમ, ગોલ્ફ કોર્ટ, થિયેટર અને પેટ્રોલ પંપ જેવી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
દેશ છોડ્યા બાદ તેણે, અમેરિકામાં પોતાનો બિઝનેસ સ્થાપ્યો-
સુબ્રત રોયે પોતાનો બિઝનેસ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી શરૂ કરીને, દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યો હતો. તેણે મુંબઈમાં એમ્બી વેલી ટાઉનશિપ પણ, બનાવી. ત્યાં પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, સહારાશ્રીએ, દેશ છોડીને વિદેશમાં પણ પોતાનો વ્યાપાર વિસ્તાર્યો. તેણે અમેરિકામાં બે આલીશાન હોટલ પણ ખોલી. થોડા જ સમયમાં સુબ્રત રોયે એટલું વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું, જે અકલ્પનીય હતું.
સહારાના વડા પણ, વિવાદો સાથે જોડાયેલા રહ્યા-
સહારાના વડા સુબ્રત રોય પણ, વિવાદો સાથે જોડાયેલા રહ્યા છે. વિવાદોને કારણે તેને જેલમાં જવું પડ્યું હતું અને તેઓ જામીન પર બહાર હતા. તેના પર લોકોને પૈસા ન આપવાનો આરોપ હતો. આ મામલાની સુનાવણી, પટના હાઈકોર્ટમાં ચાલી રહી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ મામલામાં સહારા ઈન્ડિયાનો દાવો છે કે, તેમણે લોકોને ચૂકવવાની રકમ સેબીમાં જમા કરાવી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / મોહિત / દિલીપ / માધવી
