નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિં.સ.) સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ, છેલ્લું કેન્દ્રીય બજેટ હશે. આ ઉપરાંત 17મી લોકસભાનું આ છેલ્લું સત્ર પણ હશે.
સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે,” સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 9 ફેબ્રુઆરી સુધી ચાલશે.” રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. બજેટ સત્રના પહેલા દિવસે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે અને વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ નાણામંત્રી બજેટ સત્રના પહેલા દિવસે, સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરશે. નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
