
નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 79.54 ડોલરની આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 74.05 ડોલરની આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, રાજધાની દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના ચોથા દિવસે ટ્રેડિંગની શરૂઆતમાં, બ્રાન્ડેડ ક્રૂડ 0.16 ડોલર એટલેકે 0.20 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 79.54 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.17 ડોલર એટલેકે 0.23 ટકા ઘટીને બેરલ દીઠ 74.05 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ
