નવસારી,02 જાન્યુઆરી (હિ.સ.) નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 03 જાન્યુઆરીના રોજ 19 માં વાર્ષિક પદવીદાન સમારંભમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત પધારનાર છે. આ કાર્યક્રમ સવારે 11-00 કલાકે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેના દીક્ષાંત મંડપ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રાજયના કૃષિ, પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે તથા અકોલા મહારાષ્ટ્રના કુલપતિ ડો. શરદ ગડાખ પણ મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારંભ બાદ રાજયપાલ ગુજરાત ગુરુકુલ સભા, ગુરુકુલ સુપા, નવસારી ખાતે બપોરે 2-00 વાગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ/મહાનુભાવો તથા સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
