
નવી દિલ્હી, 15 ડિસેમ્બર (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને બેરલ દીઠ 77 ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત 72 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72, ડીઝલ રૂ. 89.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.31, ડીઝલ રૂ. 94.27, કોલકતામાં રૂ. 106.03, ડીઝલ રૂ. 92.76, ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર. પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના પાંચમા દિવસે શરૂઆતના કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ 0.33 ડોલર એટલેકે 0.43 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 76.94 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.33 ડોલર એટલેકે 0.46 ટકા વધીને પ્રતિ બેરલ 71.91 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/મુકુંદ / ડો. હિતેશ/માધવી
