અમદાવાદ, 12 ઓક્ટોબર – અમદાવાદમાં 14મી તારીખે ક્રિકેટના બે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાનાર છે અને આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ભારતનો સ્ટાર સ્ટાર બેટર શુભમન ગિલ ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યો હતો.
ભારતે વર્લ્ડ કપની બંને મેચ જીતી લીધી છે અને બંને મેચમાં શુભમન ગિલ ડેન્ગ્યુના કારણે બહાર રહ્યો હતો. આ કારણે જ ઈશાન કિશ ને કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી હતી જો કે ભારતના સ્ટાર ઓપનિંગ બેટર શુભમન ગિલને ચેન્નઈની હોસ્પિટલમાંથી રજા મળી (discharged from hospital) ગયા બાદ ગઈકાલે તે લગભગ 1 વાગ્યે અમદાવાદ પહોંચ્યો હતો. ભારત અને પાકિસ્તાનની મેચ શનિવારે રમાનાર છે ત્યારે આ મેચમાં શુભમન ગિલ રમશે કે કેમ તે અંગે હજુ પણ અનિશ્ચિતતા છે.
