દેવભૂમિ દ્વારકા, 25 ફેબ્રુઆરી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ -દ્વારકાની મુલાકાતે પધાર્યા છે. બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું બેટ દ્વારકા હેલિપેડ ખાતે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું બેટ-દ્વારકા હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, સાંસદશ્રી સી. આર. પાટીલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રી પબુભા માણેક, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, રીઅલ એડમિરલ અનિલ જગ્ગી, ડીજીપીશ્રી વિકાસ સહાય, પ્રભારી સચિવશ્રી મુકેશ પંડ્યા, અગ્રણીશ્રી શ્રીમયુર ગઢવી, ઉષાબેન ગોહિલ, શ્રીદિલીપ કોટેચા સહિત મહાનુભાવોએ વડાપ્રધાનશ્રીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.
