નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી : તમિલનાડુમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય એસ. વિજયાધરાની, શનિવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા.
તામિલનાડુના ચૂંટણી પ્રભારી અરવિંદ મેનન, તમિલનાડુના સહ ચૂંટણી પ્રભારી સુધાકર રેડ્ડી, કેન્દ્રીય મંત્રી એલ. મુરુગન અને અન્ય નેતાઓની હાજરીમાં તમિલનાડુમાં એસ. વિજયધરાની એ ભાજપનું સભ્યપદ લીધું.
કેન્દ્રીય મંત્રી એલ મુરુગને, કોંગ્રેસના ધારાસભ્યનું પાર્ટીમાં સ્વાગત કરતા કહ્યું કે, વિજયાધરાનીના આગમનથી તમિલનાડુમાં પાર્ટી વધુ મજબૂત બનશે. પાર્ટીમાં જોડાયા બાદ વિજયાધરાની એ, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશની જનતાને મળી રહ્યો છે. મોદી સરકારે દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને તેમને સશક્ત બનાવવા માટે ઘણું કામ કર્યું છે.
