
દાહોદ, 24 ફેબ્રુઆરી : હોળી ધુળેટી ની ઋતુમાં દાહોદ શહેરના આજુબાજુના જંગલોમાં કેસુડા ના વૃક્ષો ઓરેન્જ કલર જંગલો ની શોભા વધારી રહ્યા છે આમ તો ગામડાના લોકો ધુળેટીના દિવસે આ કેસુડાના ઝાડના ફૂલોનો રંગ બનાવી ધુળેટીઓમાં એકબીજાને રંગ થી ધુળેટી રમતા હોય છે જે કોટ ગામના સુભાષ બારીયા નું કહેવું છે, કે આ કેસુડા ના ફૂલ પાણીમાં નાખી કલર બનાવવામાં આવે છે, એને હોળીમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે ધુળેટીના દિવસે આ રંગથી લોકો ધૂળેટીની મજા માણતા હોય છે.
