જમ્મુ, નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંગળવારે જમ્મુની પ્રસ્તાવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને સમગ્ર કાશ્મીર ઘાટીમાં સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
અધિકારીએ રવિવારે કહ્યું કે, પોલીસ અને અર્ધલશ્કરી દળો શ્રીનગર શહેર અને કાશ્મીર ઘાટીમાં અન્ય સ્થળોએ વાહનોની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે, શ્રીનગરમાં વિવિધ સ્થળોએ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર વિશેષ ચેકિંગ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેમના પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન જમ્મુ ક્ષેત્રની મુલાકાત લેશે તેમ છતાં, ખીણની સુરક્ષા એજન્સીઓને કેન્દ્રશાસિત પ્રદેશની હાઈપ્રોફાઈલ મુલાકાત દરમિયાન આતંકવાદીઓ કોઈ પ્રવૃત્તિ ન કરે તે સુનિશ્ચિત કરવા માટે એલર્ટ પર રાખવામાં આવી છે. તેમના બીજા કાર્યકાળ દરમિયાન, મોદીની જમ્મુ-કાશ્મીરની આ બીજી મુલાકાત હશે.
પ્રધાનમંત્રી, તેમની જમ્મુની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરે તેવી અપેક્ષા છે, જેમાં એઈમ્સ હોસ્પિટલ જમ્મુ, ચેનાબ નદી પરનો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે પુલ અને ઉધમપુરમાં દેવિકા નદી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. મોદી, સંગલદાન-બારામુલા રેલ લિંક પર પ્રથમ ટ્રેનને રિમોટલી ફ્લેગ ઓફ કરે તેવી શક્યતા છે અને પછીના દિવસે જમ્મુમાં એક જાહેર રેલીને સંબોધિત કરશે. જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
