મોડાસા, 18 ફેબ્રુઆરી : અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે મેઘરજ તાલુકાની કૃષિ પ્રાથમિક સહકારી મંડળીઓના ત્રિદિવસીય તાલીમ વર્ગનું આજરોજ અરવલ્લી જિલ્લા સંઘના ઉપાધ્યક્ષ ભિખાજીભાઇ ડી.ડામોરની ઉપસ્થિતીમાં સમાપન કરાયું હતું.
મેઘરજમાં યોજાયેલા આ ત્રણ દિવસના તાલીમ વર્ગમાં કેન્દ્રીય સહકારી મંત્રાલયની સહકારી નીતિ અને એમ-પેક્સનું મહત્વ સભાસદ અને ગ્રાહકલક્ષી મહત્વની સેવાઓ,નવાકાયદાનું મહત્વ,મૂલ્યાંકન આધુનિકરણ અને વ્યવસાયીક નીતિનું ધડતર-પેટાનિયમ સંદર્ભે વિશેષ જાણકારી બદલાતી નીતિ અને મંડળીઓના ધંધા સામે નવા પડકારો પ્રાઈવેટ સેક્ટર દ્વારા વગેરેની વિસ્તૃત સમજ અરવલ્લી જિલ્લા સહકારી સંઘના એક.ઓફિસર એચ.એસ.જોષી તથા તજજ્ઞ શ્રી સુરેશભાઈ પટેલ તથા જે.બી.પટેલ દ્વારા આપવામાં આવી સહકારી કાર્યકર શ્રી ઠાકર તથા એ.પી.એમ.સી.મેઘરજ ના વા.ચેરમેન ડાહ્યાભાઇ તથા તાલુકા સંઘના મેનેજર જલાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત તાલીમાર્થીઓ પૈકી નટુભાઇ પટેલ (લીભોઇ) જયંતિભાઈ (બાંઠીવાડા) મોહનભાઇ ફણેજા(વાંક) એ જિલ્લા સંઘના આવા તાલીમવર્ગ યોજી અપડેટ કરવાના અભિગમને બિરદાવ્યા હતા સંઘના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ બોર્ડ ઓફ ડીરેકટર્સને અભિનંદન પાઠવ્યા હતા.ત્રિદિવસીય તાલીમ વર્ગને સફળ બનાવવા સંઘના કર્મચારીઑ યાજ્ઞિક પટેલ,કુલદીપ પટેલ,રાધાબેન ડામોર,હાર્દિક પટેલે ભારે જહેમત ઉઠાવી હતી એ.પી.એમ.સી. મેઘરજના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ નો આભાર માન્યો હતો.
