અમદાવાદ,24 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ પ્રણવ શૈલેષ ત્રિવેદીને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારોહમાં ગુજરાત
હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો
તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાણીતા એડવોકેટ પ્રણવ શૈલેષ ત્રિવેદીને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/
