આજના સવારના સમયે પોરબંદરના ઇન્દીરાનગર વિસ્તારમા દરિયાના મોજાના કારણે નાની બોટ પલટી મારી જતા માછીમારી કરતુ પિતા-પુત્ર દરિયામા ખાબકયા હતા. પુત્રનો બચાવ થયો હતો જયારે પિતા લાપતા બન્યા હતા. આ ઘટના ચોમાસુ નજીક આવવાના કારણે દરિયામાં વધતા કરંટ અને મોજાની અસરથી બની હોવાનું જાણવા મળે છે.
BulletsIn
- પોરબંદરના ઇન્દીરાનગર વિસ્તારમા આજે સવારના સમયે નાની બોટ પલટી મારી ગઈ.
- બોટમાં કિશોરભાઈ ભુતીયા અને તેમનો પુત્ર વિપુલ હતા.
- કિશોરભાઈ અને વિપુલ પીલાણુ લઇ માછીમારી કરવા માટે ગયા હતા.
- સવારના 4:00 વાગ્યાની આસપાસ આ ઘટના બની.
- મોજાના કારણે બોટ પલટી મારતા બંને દરિયામાં ખાબકયા.
- વિપુલનો જીવ બચી ગયો જયારે કિશોરભાઈ લાપતા બન્યા છે.
- ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક બચાવ કામ માટે દોડી ગઈ.
- કિશોરભાઈને શોધવા માટે દરિયામાં તપાસ ચાલુ છે.
- ચોમાસુ નજીક આવવાને કારણે દરિયામાં ભારે મોજા ઉછળી રહ્યા છે.
- 1 જૂનથી માછીમારીનુ વેકેશન જાહેર થયેલ છે, તે પૂર્વે આ ઘટના બની છે.
- સામાન્ય માછીમાર પરિવારના મોભી લાપતા બનતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
