નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ. સ.) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી સફળ વડાપ્રધાન છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને સંબોધિત કરતી વખતે મુકેશ અંબાણીએ કહ્યું કે, મોદી હૈ તો મુમકિન હૈ!!
અગાઉ વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મુકેશ અંબાણીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાત અને વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આપનું સ્વાગત છે, જે આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત રોકાણકાર સમિટ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાતી કંપની હતી, છે અને રહેશે. તેનો ઉદ્દેશ 7 કરોડ ગુજરાતીઓના સપનાને સાકાર કરવાનો છે. વર્ષ 2047 સુધીમાં માત્ર ગુજરાત જ ત્રણ ટ્રિલિયન યુએસ ડોલરનું અર્થતંત્ર બની જશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે, 2047 સુધીમાં ભારતને 35 ટ્રિલિયન રૂપિયાની અર્થવ્યવસ્થા બનતા કોઈ શક્તિ રોકી શકશે નહીં. તેમણે કહ્યું કે, જ્યારે રોકાણકારો નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ નવા ગુજરાત વિશે વિચારે છે. વર્ષ 2024 ના બીજા ભાગમાં, ગુજરાતમાં ગીગા ફેક્ટરી શરૂ કરવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, યુએઇ ના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અને વિશ્વના અન્ય ઘણા અગ્રણી રાજકારણીઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત મુકેશ અંબાણી, પંકજ પટેલ, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ સહિત અન્ય ઉદ્યોગપતિઓ પણ હાજર છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન / ડો. હિતેશ /માધવી
