નવી દિલ્હી, 10 જાન્યુઆરી (હિ. સ.) બોલિવૂડનો ગ્રીક ગોડ રિતિક રોશન પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મ ‘ફાઇટર’ની ટીમે, આ ખાસ અવસરની ઉજવણી કરી હતી. ફિલ્મમાંથી ‘સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા’ તરીકે, અભિનેતાની એક રસપ્રદ ઝલક ચાહકો અને દર્શકો માટે રિલીઝ કરવામાં આવી છે.
આ બીટીએસ વિડિયો, હૃતિક રોશનના એર વોરિયરમાં પરિવર્તન દ્વારા રોલરકોસ્ટર રાઈડનો છે. આમાં તેનું શાનદાર પાત્ર જોવા મળે છે. ટીમ ફાઈટરે, રિતિક રોશનને શુભેચ્છા પાઠવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. હૃતિકની અદભૂત શૈલી અને આકર્ષક ડાન્સ મૂવ્સ તેની અભિનય ક્ષમતા દર્શાવે છે. તે લોકોને પાગલ કરી દેશે. આ વીડિયો સ્પષ્ટ કરે છે કે, પૅટીનું પાત્ર આટલી કુશળતા અને દૃઢતાથી કોઈ ભજવી શક્યું નથી. આવી સ્થિતિમાં, જેમ જેમ પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે, તેમ તેમ આ ફિલ્મ જોવાની ઈચ્છા પણ વધી રહી છે. કારણ કે આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
