નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિં.સ.) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે, ઉત્તર પ્રદેશના વૃંદાવનની મુલાકાત લેશે. ત્યાં તેઓ સાધ્વી ઋતંભરાના વાત્સલ્ય ગ્રામ આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી શાહનો કાર્યક્રમ, ભાજપના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે.
ભાજપના જણાવ્યા મુજબ,” તેઓ બપોરે 1 કલાકે, વૃંદાવન, ઉત્તરપ્રદેશમાં વાત્સલ્ય ગ્રામ ખાતે આયોજિત, ત્રણ દિવસીય ષષ્ઠીપૂર્તિ મહોત્સવમાં પરમ પૂજ્ય દીદી સાધ્વી ઋતંભરાજીના, આ કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યાં સંબોધન કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
