નવી દિલ્હી, 31 ડિસેમ્બર (હિં.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ‘મન કી બાત’ કાર્યક્રમ હેઠળ, રાષ્ટ્રને સંબોધિત કરશે. આજે ‘મન કી બાત’ કાર્યક્રમનો 108મો એપિસોડ ટેલિકાસ્ટ થશે. વડાપ્રધાન મોદીનો આ રેડિયો કાર્યક્રમ દેશ અને દુનિયામાં ઘણો લોકપ્રિય છે.
તેઓ સવારે 11 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન અને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ તેમજ અન્ય સંચાર માધ્યમો પર સાંભળી શકાશે. વડાપ્રધાન આજે ‘મન કી બાત’માં ‘ફિટ ઈન્ડિયા’ પર પણ ચર્ચા કરી શકે છે. 22 ભારતીય ભાષાઓ અને 29 બોલીઓ ઉપરાંત, કાર્યક્રમ ‘મન કી બાત’ ફ્રેન્ચ, ચાઈનીઝ, ઈન્ડોનેશિયન, તિબેટીયન, બર્મીઝ, બલૂચી, અરબી, પશ્તો, ફારસી સહિત 11 વિદેશી ભાષાઓમાં પણ પ્રસારિત થાય છે. ઓલ ઈન્ડિયા રેડિયોના 500 થી વધુ સ્ટેશનો પરથી તેનું પ્રસારણ થાય છે.
‘મન કી બાત’ કાર્યક્રમનો 100મો એપિસોડ, આ વર્ષે 30 એપ્રિલે પૂરો થયો. આ ઐતિહાસિક ક્ષણને યાદ કરવા માટે, તે દેશભરમાં જીવંત પ્રદર્શિત કરવામાં આવી હતી. ‘મન કી બાત’નો 100મો એપિસોડ પણ, ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. તેને દિલ્હીમાં 6530 જગ્યાએ લાઈવ સાંભળવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
