નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિં.સ.) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ, મદુરાઈ સ્થિત નિયોમેક્સ ગ્રુપ ઓફ કંપનીઓની, રૂ.207 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. તપાસ એજન્સીએ નાણાકીય છેતરપિંડીના કેસમાં, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) 2002ની જોગવાઈઓ હેઠળ, જૂથ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
સોમવારે એક્સપોસ્ટ પર ઇડીએ જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” તામિલનાડુના વિવિધ સ્થળોએ રૂ. 207 કરોડની, બજાર કિંમત ધરાવતી સ્થાવર મિલકતો મદુરાઈ સ્થિત નિયોમેક્સ ગ્રૂપ ઓફ કંપનીઓ દ્વારા, આચરવામાં આવેલા નાણાકીય છેતરપિંડીના કેસમાં પીએમએલએ 2002ની જોગવાઈઓ હેઠળ, અસ્થાયી રૂપે, સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે.”
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કાર્યવાહી તમિલનાડુ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (એઓડબ્લ્યુ) દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર,” નિયોમેક્સ જૂથની કંપનીઓએ 12-30 ટકા વ્યાજ સાથે ઊંચા વળતરનું વચન આપીને, વિવિધ પ્રોજેક્ટ્સ (પ્લોટ ડેવલપમેન્ટ)માં લાખો રૂપિયા જમા કરાવીને, ઘણા રોકાણકારોને કથિત રીતે છેતર્યા છે.”
ઇડીએ જણાવ્યું હતું કે,” નિયોમેક્સ પ્રોપર્ટીજ પ્રાઇવેટ લિમીટેડ જૂથે, ગુનાની આવક છુપાવવા માટે તેના હિસાબના ચોપડામાં ‘હેરાફેરી’ કરી હતી.” સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, ગ્રુપના ઓડિટરએ પોતાના નિવેદનમાં આ વાત સ્વીકારી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
