જીનીવા, નવી દિલ્હી, 18 ડિસેમ્બર (હિ.સ.) ફીફા એ રવિવારે, સુધારેલા ફીફા ક્લબ વર્લ્ડ કપનું શેડ્યૂલ અને વિગતો જાહેર કરી. જેની પ્રથમ આવૃત્તિ 2025 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં રમાશે.
ફીફા કાઉન્સિલની 2023 ફિફા ક્લબ વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ પહેલા રવિવારે, સાઉદી અરેબિયાના જેદ્દામાં બેઠક મળી હતી. જેમાં 15 જૂનથી 13 જુલાઈ 2025, દરમિયાન યોજાનારી નવી 32-ટીમ આયોજન માટે, ઘણા મુખ્ય સિદ્ધાંતો રજૂ કરવામાં આવ્યા.
વર્તમાન વાર્ષિક ક્લબ વર્લ્ડ કપ ફોર્મેટથી વિપરીત, નવા માળખામાં ટૂર્નામેન્ટ દર ચાર વર્ષે માત્ર એક જ વાર યોજાય છે. ક્લબ્સ નવા પ્રમાણભૂત રેન્કિંગ સાથે ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થાય છે. જે જીત માટે ત્રણ પોઈન્ટ આપે છે અને હંમેશની જેમ ડ્રો માટે એક પોઈન્ટ આપે છે. ઉપરાંત યુરોપ સિવાય પાંચ સંઘોની ખંડીય સ્પર્ધાઓના દરેક તબક્કામાં, આગળ વધવા માટે ત્રણ પોઈન્ટ આપે છે.
યુરોપિયન ક્લબોની પદ્ધતિ વધુ જટિલ છે. જેમાં જીત માટે બે પોઈન્ટ અને યુઈએફએ ચેમ્પિયન્સ લીગના, ગ્રુપ સ્ટેજ માટે લાયકાત માટે ચાર પોઈન્ટ આપવામાં આવે છે.
ફીફા એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સંબંધિત પ્રીમિયર ક્લબ સ્પર્ધાના ગ્રુપ સ્ટેજથી શરૂ કરીને, અને સંબંધિત ટૂર્નામેન્ટમાં દરેક રમતના પરિણામને પ્રોત્સાહિત કરવા, સૌથી તાજેતરની ચાર સિઝનમાં રમવાના માપદંડ પર આધારિત સર્વોચ્ચ ગુણવત્તાની ખાતરી કરવાના ઉદ્દેશ્ય માટે, નીચેની પદ્ધતિને નવા માનક રેન્કિંગને મંજૂરી આપવામાં આવી હતી.
2025ની ટુર્નામેન્ટમાં યુરોપની 12 ટીમો, દક્ષિણ અમેરિકાની છ, એશિયા, આફ્રિકા અને ઉત્તર અને મધ્ય અમેરિકામાંથી ચાર-ચાર, ઓસનિયામાંથી એક અને યજમાન દેશની વધારાની ટીમ ભાગ લેશે.
ટુર્નામેન્ટનો ગ્રૂપ સ્ટેજ સિંગલ-ગેમ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમતા, ગ્રૂપ દીઠ ચાર ટીમોના આઠ જૂથોથી બનેલો છે. જેમાં જૂથ દીઠ ટોચની બે ટીમો રાઉન્ડ ઓફ 16માં આગળ વધે છે. રાઉન્ડ ઓફ 16 થી ફાઈનલ સુધીનો સીધો સિંગલ-મેચ નોકઆઉટ સ્ટેજ શરૂ થાય છે, અને ત્રીજા સ્થાનનો કોઈ પ્લે-ઓફ યોજવામાં આવશે નહીં.
સુધારેલ ક્લબ વર્લ્ડ કપ ઉપરાંત, ફીફા એ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ તરીકે ઓળખાતી નવી વાર્ષિક વૈશ્વિક ક્લબ સ્પર્ધાની રચના કરવાની પણ જાહેરાત કરી હતી.
વર્તમાન ક્લબ વર્લ્ડ કપ ફોર્મેટની જેમ જ, ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ દરેક કન્ફેડરેશનના કોન્ટિનેંટલ ટાઇટલ વિજેતાઓને એકબીજા સામે મુકશે. યુઇએફએ ચેમ્પિયન્સ લીગના વિજેતાઓને અન્ય સંઘોની ક્લબો વચ્ચેના, ઇન્ટરકોન્ટિનેન્ટલ પ્લે-ઓફના વિજેતાઓનો સામનો કરવા માટે ફાઇનલમાં બાય આપવામાં આવશે.
એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે, ચિલી 2025 ફીફા અંડર-20 વર્લ્ડ કપની યજમાની કરશે અને પોલેન્ડ 2026 ફીફા અંડર-20 મહિલા વર્લ્ડ કપની યજમાની કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
