
નવી દિલ્હી, 05 ડિસેમ્બર (હિ. સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 79 ડોલર આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 74 ડોલર આસપાસ છે. જો કે આજે (મંગળવારે) જાહેર ક્ષેત્રની ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા, ડીઝલ 89.62 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા, ડીઝલ 94.27 રૂપિયા, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા, ડીઝલ 92.76 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લિટર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ 0.03 ડોલર એટલેકે 0.04 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 78.06 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ પણ 0.10 ડોલર એટલેકે 0.14 ટકા વધીને પ્રતિ બેરલ 73.14 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર /મુકુંદ / ડો. હિતેશ
