આજે વૈશ્વિક શેરબજારમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. અમેરિકામાં મેમોરિયલ ડેની રજાના કારણે સોમવારે કોઈ ટ્રેડિંગ થયું નહીં, પણ ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે મજબૂત રહેતાં જોવા મળ્યો છે. યુરોપીયન બજારોમાં પણ છેલ્લા સત્ર દરમિયાન જોરદાર ખરીદી જોવા મળી હતી, જયારે એશિયન બજારોમાં વેચવાલીનું દબાણ છે.
BulletsIn
-
ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે 0.85%ની મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
-
યુરોપીયન બજારમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો હતો – સીએસી ઇન્ડેક્સ 1.20% વધીને 7,828.13 પોઈન્ટ પર બંધ થયો.
-
ડીએએક્સ ઇન્ડેક્સ 1.66%નો ઉછાળો લઈને 24,027.65 પોઈન્ટ પર બંધ થયો.
-
એફટીએસઈ ઇન્ડેક્સમાં રજાના કારણે કોઈ ટ્રેડિંગ નહોતું થયું.
-
એશિયન બજારમાં 9માંથી 7 સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે.
-
સ્ટ્રેટ ટાઈમ્સ ઇન્ડેક્સ 0.06%ના નાના વધારા સાથે 3,878.07 પોઈન્ટ પર છે.
-
જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 0.01%ના પ્રતીકાત્મક વધારા સાથે 7,189.85 પોઈન્ટ પર છે.
-
ગીફ્ટ નિફ્ટીમાં 0.95%નો ઘટાડો થઇ 24,811.50 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો છે.
-
સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ સૌથી વધુ 1.54% ઘટીને 1,160.28 પોઈન્ટ પર છે.
-
હેંગસેંગ, નિક્કી, શાંઘાઈ અને કોસ્પી સૂચકાંકોમાં પણ સુધારાની જગ્યાએ ઘટાવનો માહોલ છે.
