નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ. સ.) ભારત કોકિંગ કોલ લિમિટેડ (બીસીસીએલ)ની અત્યાધુનિક 5.0 મિલિયન ટન (વાર્ષિક ક્ષમતા) મધુબંદ વોશરીની વ્યાપારી કામગીરી શરૂ કરી છે. સ્ટીલ સેક્ટરમાં કોકિંગ કોલસાના પુરવઠાને વધારવા માટે તે સૌથી મોટી અને અત્યાધુનિક વોશરી છે.
કોલસા મંત્રાલયે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બીસીસીએલ એ સીએમડી સમીરન દત્તાની હાજરી અને માર્ગદર્શનમાં 29 નવેમ્બરના રોજ અત્યાધુનિક 5.0 મિલિયન ટનની મધુબંધ વોશરીનું વ્યાપારી સંચાલન શરૂ કર્યું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે ભારતની સૌથી મોટી કોકિંગ કોલ વોશરીઓમાંની એક છે, જે તકનીકી રીતે અદ્યતન છે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે.
મંત્રાલયે માહિતી આપી હતી કે, આ કોકિંગ કોલ વોશરી દેશને સ્ટીલ સેક્ટરમાં વધુ ધોવાઇ કોકિંગ કોલ સપ્લાય કરવા સક્ષમ બનાવીને આત્મનિર્ભર ભારતના વિઝન માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે, જેનાથી કોકિંગ કોલની આયાત દ્વારા વિદેશી હૂંડિયામણના પ્રવાહને ઘટાડી શકાય છે. 24 માર્ચ 2022ના રોજ, કોલસા, ખાણ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ વોશરીનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / ડો. હિતેશ / માધવી
