નવી દિલ્હી, 29 માર્ચ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 87 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 84 ડોલર આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 104.21, ડીઝલ રૂ. 92.15, કોલકતામાં પેટ્રોલ રૂ. 103.94, ડીઝલ રૂ. 90.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના પાંચમા દિવસે, શરૂઆતના વેપારમાં બ્રાન્ડેડ ક્રૂડ 1.59 ડોલર એટલેકે 1.86 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 87 ડોલરના સ્તરે છે. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 1.82 ડોલર એટલેકે 2.24 ટકાના વધારા સાથે પ્રતિ બેરલ 83.17 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
