
નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ. સ.). ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 91 ડોલરની આસપાસ છે અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બેરલ દીઠ 86 ડોલર આસપાસ છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, મંગળવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર પર રહી. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, સપ્તાહના બીજા દિવસે શરૂઆતના કારોબારમાં, બ્રેન્ટ ક્રૂડ 0.53 ડોલર એટલેકે 0.59 ટકા વધીને બેરલ દીઠ 90.36 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ 0.52 ડોલર એટલેકે 0.61 ટકાના વધારા સાથે બેરલ દીઠ 86.01 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સંજીવ / ડો. હિતેશ
