નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ. સ.) ‘કોમેડી કિંગ’ એક્ટર કપિલ શર્મા ઈન્ડિગો એરલાઈન્સ કંપનીથી ઘણો નારાજ છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક વીડિયો શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. કપિલ નારાજ છે કારણ કે, તેણે નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી ફ્લાઈટની રાહ જોવી પડી હતી. કપિલે ઈન્ડિગો ફ્લાઈટ પર એક વીડિયો શેર કરીને, પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
એરલાઈન ઈન્ડિગો પર, પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કપિલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું, પહેલા તમે અમને 50 મિનિટ સુધી બસમાં રાહ જોવડાવી. હવે તમારી ટીમ કહે છે કે, પાઈલટ ટ્રાફિકમાં અટવાઈ ગયો છે. હકિકતમાં? ફ્લાઇટ 8 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ હવે તે 9.20ની થઇ ગઈ છે.
આ પછી કપિલ શર્માએ ઈન્ડિગો એરલાઈન્સની ટીકા કરતા લખ્યું કે, “હજી સુધી એક પણ પાઈલટ, પ્લેનના કોકપીટમાં પ્રવેશ્યો નથી. આવી ઘટના પછી શું તમને લાગે છે કે પ્લેનમાં મુસાફરી કરી રહેલા 180 મુસાફરો ફરીથી આ પ્લેનમાં મુસાફરી કરવા માંગશે?” હવે નેટીઝન્સ પણ કપિલ શર્માના સમર્થનમાં આગળ આવ્યા છે. કેટલાક લોકોએ ફરી એકવાર કપિલ શર્માને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે. લોકો કપિલ શર્માની, જૂની વાર્તા યાદ કરવા અને કહેવા લાગ્યા. થોડા સમય પહેલા કપિલ શર્માનો, પ્લેનમાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે નશાની હાલતમાં દેખાઈ રહ્યો હતો. આ વીડિયોનો ઉલ્લેખ કરીને લોકો તેને કહેતા પણ જોવા મળે છે કે, હવે તમે પ્લેન ઉડાવો.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
