


ભાવનગર/અમદાવાદ,17 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામે મારુતિ મિત્ર મંડળ અને સુરતની ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટના સક્રિય સૈનિક તેમજ ખાખરીયાના પનોતા પુત્ર એવા મનસુખ ડાયાભાઈ કાસોદરિયા દ્વારા આજે ખેતર વાડી અને વેરાન જમીન પર રહેતા લાખોની સંખ્યામાં જીવો જેવા કે કીડી મંકોડા નાના મોટા જંતુઓ માટે કીડયારુ પૂરવાનું ભગીરાથ સેવા કાર્ય કરવામાં આવશે..
1 કે 2 નહિ પરંતુ ખાખરીયા ગામમાં 12 મણ લોટ 2 મણ ગોળ તેલ,ધી સેવ મળીને કુલ 15 મણ જેટલુ ચુરમુ બનાવી લાખો જીવને ઍટલે કે કીડી મકોડા જીવજંતુ કૂતરા ગાય જેવા અનેક જીવાત્માને પેટ ભરીને મા અન્નપૂર્ણાનો પ્રસાદ જમાડવાની એક તક ગામ ખાખરિયાના પનોતા પુત્ર મનસુખ ડાયાભાઈ કાસોદરિયા એ જડપી લીધી હતી
મિત્રો આ કોઈ સામાન્ય વાત કે સામન્ય સેવા ન સમજવી આ એક આપણી જુની પરંપરા છે તેની જાળવણી કરવી જોઈએ તેમજ આવનારી પેઢીઓ માટે એક આપણી આ રીત ભાત અને સંસ્કૃતી પ્રકૃતિ અને રીતરિવાજ યાદગાર રહે તેમજ આવનાર સમય માટે જુની યાદ જળવાઈ રહે એ હેતુસર એક પ્રયાસ કરીવોજોઇએ આ કોઈ ઉપકાર કે વાહવાહી માટે કરતા નથી આપણને આવો રુડો મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે આવા શુખ્મ જીવો ને કેમ ભુલાય .આ જીવાત્મા કોઈ પણ ફરીયાદ કરતુ નથી ખાટુ ખોરુ કે..સારુ નળસુ જે જમાડો તે પ્રેમથી અને પુરા સંગઠન સાથે ભાવ થી ઉભરાઈ આવે છે ..
તો આવો સૌ મીત્રો આપણે એક શુભ સંદેશો આપીએ દરેક ગામ શહેરમા સંગઠન બનાવી અનેક મુગા જીવ માટે આપણી પરંપરા અનુસાર જાળવી રાખીએ. આ સૃષ્ટીના સમસ્ત જીવાત્માનુ કલ્યાણ થાય એ હેતુસર એક પ્રયાસ કરીએ.
હિન્દુસ્થાન સમાચાર//હર્ષ શાહ
