• English
  • Hindi
  • Punjabi
  • Marathi
  • German
  • Gujarati
  • Urdu
  • Telugu
  • Bengali
  • Kannada
  • Odia
  • Assamese
  • Nepali
  • Spanish
  • French
  • Japanese
  • Arabic
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
Notification
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Home
  • Noida
  • National
    • New India
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
  • Noida
  • National
  • International
  • Entertainment
  • Crime
  • Business
  • Sports
CliQ INDIA Sites > CliQ INDIA Gujarati > Regional > ગાંધીનગર મનપાના મેયર તથા પદાધિકારીઓ દ્વારા, અર્બન હેલ્થ સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીની ઓચિંતી મુલાકાત
Regional

ગાંધીનગર મનપાના મેયર તથા પદાધિકારીઓ દ્વારા, અર્બન હેલ્થ સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીની ઓચિંતી મુલાકાત

CliQ INDIA
Last updated: July 1, 2025 1:25 am
CliQ INDIA
Share
2 Min Read
SHARE
અર્બન હેલ્થ સેન્ટર

ગાંધીનગર, 30 જૂન (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજરોજ, તા. 30 જૂન, 2025ના રોજ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા તથા સ્થાનિક કાઉન્સિલરઓએ અંબાપુર વિસ્તાર તથા સેક્ટર-2 ખાતે આવેલ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ ચાલી રહેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરી અને આરોગ્ય સેવાઓનું સ્થળ પર મૂલ્યાંકન કરી, નાગરિકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવાની ખાતરી કરવાનો હતો.

અંબાપુર વિસ્તારમાં હાલ પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી છે. મેયર મીરાબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલાએ સ્થળ પર આ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સાથે વિગતવાર ચર્ચા કરી. નાગરિકોને ઝડપથી સુવિધાઓ મળી રહે તે હેતુસર, મેયરએ કામગીરી શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી. આ ઉપરાંત, ડ્રેનેજ અને પાણી પુરવઠાની કામગીરી પૂર્ણ થયા બાદ તત્કાળ રોડ રસ્તાની કામગીરી શરૂ કરવા માટે પણ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા.

સેક્ટર-2 ખાતે આવેલ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરની મુલાકાત દરમિયાન, મેયર અને અન્ય પદાધિકારીઓએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાતમાં ખાસ કરીને દવાઓના જથ્થાની તપાસ કરવામાં આવી, જેમાં ખાતરી કરવામાં આવી કે કોઈપણ દવા એક્સપાયર નથી. આ ઉપરાંત, હેલ્થ સેન્ટરમાં દર્દીઓને મળતી સારવારની વ્યવસ્થા, સ્ટાફની ઉપલબ્ધતા, અને સ્વચ્છતાનું સ્તર પણ તપાસવામાં આવ્યું.

મેયરએ હેલ્થ સેન્ટરના સંચાલનને વધુ સુદ્રઢ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે દર્દીઓને સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત સારવાર મળવી જોઈએ, અને કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય તેની કાળજી લેવામાં આવે. સ્થાનિક કાઉન્સિલરશ્રીઓએ પણ હેલ્થ સેન્ટરના સ્ટાફ સાથે ચર્ચા કરી અને નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે ઝડપી પગલાં લેવાની હાકલ કરી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ

You Might Also Like

ગુજરાતભરમાં 2025ના અંતિમ દિવસો વહેલી સવારે ઠંડીનો ચમકારો,ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી
૮૭- વિસાવદર બેઠક માટે અંદાજિત 56.89 % મતદાન નોંધાયું છે, જ્યારે ૨૪- કડી (એસ.સી.) બેઠક પર અંદાજિત 57.90 % મતદાન નોંધાયું
સ્વાગત: છેલ્લા 22 વર્ષોથી ગુજરાતના નાગરિકોનો સરકારમાં વિશ્વાસ દૃઢ કરતું પ્લેટફોર્મ
ઉનાનાં લામધાર ગામના યુવકને દારૂ સાથે ઝડપી પાડતી ઉના પોલીસ
ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ્સ માટેની વાર્ષિક બજેટ ફાળવણી 10 વર્ષમાં 14 ગણી વધીને રૂ. 8,332 કરોડ થઈ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારતીય સેનાએ પૂંછ-રાજૌરી સેક્ટરમાં, જૈશની ઘૂસણખોરીની યોજના નિષ્ફળ બનાવી, બે આતંકવાદીઓને ઠાર માર્યા, ગાઇડને પકડ્યો
Next Article પોસ્ટમોર્ટમથી રહસ્ય ખુલ્યું – શેફાલી જરીવાલાનું મૃત્યુ, વૃદ્ધત્વ વિરોધી દવાઓના કારણે થયું
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

FacebookLike
XFollow
InstagramFollow
YoutubeSubscribe
- Advertisement -
Ad imageAd image

Latest News

રૂપિયાના ક્રેશ અને વધતા ક્રૂડ ઓઈલની કિંમતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા
Business
May 23, 2026
કેન્દ્રએ મહારાષ્ટ્રના પગલા બાદ કોંગ્રેસ શાસિત રાજ્યોને ઉડ્ડયન ઇંધણ પર વેટ ઘટાડવા માટે દબાણ કર્યું
National
May 23, 2026
સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે અદ્યતન ઓબીસી પરિવારો માટે અનામતના લાભો પર સવાલ ઉઠાવ્યા
National
May 23, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ 2026ની આઈપીએલ મેચ માટે તૈયારી કરી રહ્યા છે
Sports
May 23, 2026

//

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

We are rapidly growing digital news startup that is dedicated to providing reliable, unbiased, and real-time news to our audience.

Sign Up for Our Newsletter

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Follow US

Follow US

© 2026 cliQ India. All Rights Reserved.

CliQ INDIA Gujarati
  • English – अंग्रेज़ी
  • Hindi – हिंदी
  • Punjabi – ਪੰਜਾਬੀ
  • Marathi – मराठी
  • German – Deutsch
  • Gujarati – ગુજરાતી
  • Urdu – اردو
  • Telugu – తెలుగు
  • Bengali – বাংলা
  • Kannada – ಕನ್ನಡ
  • Odia – ଓଡିଆ
  • Assamese – অসমীয়া
  • Nepali – नेपाली
  • Spanish – Española
  • French – Français
  • Japanese – フランス語
  • Arabic – فرنسي
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?