

અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અયોધ્યા પહોંચ્યા જ્યાં રામલલ્લા અને હનુમાનગઢીનાં દર્શન કર્યા.અયોધ્યામાં રામમંદિર નિર્માણનું નિરીક્ષણ કર્યું;
અયોધ્યામાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઊમટ્યું હતું,ત્યારે દરેક રાજ્યના ભવન બનાવવા માટે ઉત્તરપ્રદેશ સરકારે જમીન ફાળવી છે. ગુજરાતી ભવન જ્યાં બનવાનું છે એ જમીન જોવા માટે મુખ્યમંત્રી પટેલ ગયા.એ પહેલાં તેઓ અયોધ્યામાં ગુજરાત ટૂરિઝમની ઓફિસનું ઉદઘાટન કર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 9.30 વાગ્યે રામકથા પાર્ક હેલિપેડ પર ઊતર્યા. અહીં તેઓ અયોધ્યામાં નિર્માણ થનારા વિવિધ રાજ્યોના ગેસ્ટહાઉસ માટે ચિહ્નિત થયેલી જમીનનું નિરીક્ષણ કરશે. આ જમીન ગ્રીન ફિલ્ડ સિટી વિસ્તારમાં છે, જેને નવ્યા અયોધ્યા કહેવામાં આવે છે. લગભગ 18 એકર જમીન પર સ્થિત નવી અયોધ્યામાં ઘણા દેશો સહિત દેશનાં ઘણાં રાજ્યોએ તેમના ગેસ્ટહાઉસ ખોલવામાં રસ દર્શાવ્યો છે. અયોધ્યામાં ગુજરાતી મંદિરો અને ગુજરાતી ધર્મશાળાઓ છે.
અયોધ્યા જઈને મુખ્યમંત્રીએ હનુમાનગઢીમાં દર્શન કર્યા હતાં. ત્યાર બાદ તેઓ ભગવાન શ્રીરામનાં દર્શન કરવા માટે રવાના થયા હતા. ત્યાર બાદ તેમણે મંદિર નિર્માણનું નિરિક્ષણ કર્યું હતું. અયોધ્યા ખાતે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દરેક રાજ્યને ભવન બનાવવા માટે જમીન ફાળવી છે. ત્યાં ગુજરાત ભવન માટે પણ જમીન ફળવાઈ છે, જેથી આ જમીન જોવા માટે પણ મુખ્યમંત્રી ગયા। આ પહેલાં તેઓ અયોધ્યામાં ગુજરાતી ટૂરિઝમની ઓફિસનું પણ ઉદઘાટન કરશે.
વડાપ્રધાન મોદીની લીડરશિપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક પર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક તથા આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે એના સંદર્ભમાં જાપાનના ઉદ્યોગ-વાણિજ્યક્ષેત્રની ભાગીદારી વ્યાપક બનાવવાના ઉદ્દેશથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના વિવિધ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો પણ આ પ્રવાસમાં સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ 26 નવેમ્બરના રોજ ટોકિયોમાં વસતા ગુજરાતી સમાજના લોકો સાથેની મુલાકાતથી તેમના જાપાન-સિંગાપોર પ્રવાસની શરૂઆત કરશે.
હિન્દુસ્થાન સમાચાર/
