
મુંબઈ, નવી દિલ્હી, 04 નવેમ્બર (હિ. સ.). જાહેર ક્ષેત્રની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ, ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કનો નફો 9.13 ટકા વધીને રૂ. 16,099.58 કરોડ થયો છે. બેન્કે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 14,752 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
એસીબીઆઈ દ્વારા શનિવારે આપવામાં આવેલી માહિતીમાં, બીજા ક્વાર્ટરમાં બેંકનો નફો 9.13 ટકા વધીને 16,099.58 કરોડ રૂપિયા થઈ ગયો છે. બેન્કે ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ. 14,752 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બેન્કે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન સ્ટેન્ડઅલોન ધોરણે તેનો ચોખ્ખો નફો રૂ. 14,330.02 કરોડ હતો, જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 13,264.52 કરોડ હતો.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન બેંકની કુલ આવક 1.12 લાખ કરોડ રૂપિયા હતી, જે સપ્ટેમ્બર 2022 ક્વાર્ટરમાં 88,733 કરોડ રૂપિયા હતી. તેવી જ રીતે, સપ્ટેમ્બર, 2023ના અંતે, બેંકની ગ્રોસ એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ્સ) ગ્રોસ લોનના 2.55 ટકા થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે 3.52 ટકા હતી જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તે 2.76 ટકા હતી. નોંધનીય છે કે, એસબીઆઈ નો કુલ બજારનો પાંચમો હિસ્સો છે, જ્યારે તેની પાસે દેશમાં સૌથી મોટું નેટવર્ક છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/દધીબલ / ડો. હિતેશ
