નવી દિલ્હી, 07 મે : દેશમાં સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કા માટે 11 રાજ્યોની 93 બેઠકો પર, આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગૂગલે, ફરી એકવાર વોટર ફિંગર ડૂડલ દ્વારા મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા છે. ગૂગલના આ ડૂડલમાં, વોટિંગ બાદ હાથની તર્જની પર લગાવવામાં આવેલી શાહી બતાવવામાં આવી છે.
ગૂગલે ફરી એકવાર વોટર ફિંગરનું ડૂડલ, મતદારોને સમર્પિત કર્યું છે. ચૂંટણીના પહેલા અને બીજા તબક્કા દરમિયાન પણ, ગૂગલે ભારતમાં થઈ રહેલા મતદાનને દર્શાવતું મતદાન ચિહ્ન સાથેનું ડૂડલ બનાવ્યું હતું.
