મુંબઈ, નવી દિલ્હી, 22 ઓક્ટોબર : બોલિવૂડ એક્ટર દલીપ તાહિલને મેજિસ્ટ્રેટ કોર્ટે, દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવા અને રિક્ષાને ટક્કર મારવા બદલ દોષી ઠેરવ્યો છે. આ માટે કોર્ટે તેને બે મહિનાની જેલની સજા પણ ફટકારી છે.
હકીકતમાં, વર્ષ 2018 માં ખારમાં અભિનેતા દલિપની કાર સાથે અકસ્માતનો ભોગ બનેલી એક રિક્ષા સવાર મહિલા મુસાફરે, આ સંબંધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
હવે પાંચ વર્ષ બાદ ડોક્ટરના રિપોર્ટના પુરાવાના આધારે કોર્ટે, અભિનેતા દલિપને ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસમાં દોષિત ઠેરવીને બે મહિનાની જેલની સજા ફટકારી છે. અહેવાલ છે કે તે સમયે અભિનેતાએ બ્લડ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી હતી. કહેવામાં આવ્યું હતું કે તે નશામાં હતો. જોકે, બાદમાં અભિનેતાને જામીન પર છોડવામાં આવ્યો હતો.
એક્ટર દલિપ તાહિલ 90ના દાયકામાં ફેમસ એક્ટર હતા. તેણે ‘બાઝીગર’, ‘રાજા’, ‘ઈશ્ક’, ‘રાવણ’, ‘કહો ના પ્યાર હૈ’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
