નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: ચાહકો નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ની, આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી, માતા સીતાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને લઈને દરરોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’થી દરેક ઘરમાં ફેમસ થયેલા, અરુણ ગોવિલે પણ આ ફિલ્મમાં એન્ટ્રી કરી છે.
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે,’ અમિતાભ બચ્ચન રાજા દશરથની ભૂમિકા ભજવશે પરંતુ, હવે અરુણ ગોવિલે નીતિશ તિવારીની ‘રામાયણ’માં એન્ટ્રી કરી છે. રિપોર્ટ અનુસાર, અરુણ ગોવિલ ‘રામાયણ’માં રાજા દશરથની ભૂમિકામાં જોવા મળશે. આથી એવી ચર્ચા છે કે, રામના રૂપમાં દરેક ઘર સુધી પહોંચેલા અરુણ ગોવિલ હવે દશરથના રોલમાં જોવા મળશે.’
રકુલ પ્રીત સિંહ લોકપ્રિય અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’માં રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે, કામ કરશે. રિપોર્ટ્સ અનુસાર, રકુલ આ ફિલ્મમાં શૂર્પણખાના રોલમાં જોવા મળશે. લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળશે. ચર્ચા છે કે, આ ફિલ્મમાં સની દેઓલ હનુમાનનું પાત્ર ભજવશે. સાઉથ એક્ટર યશ રામાયણમાં રાવણના રોલમાં જોવા મળશે.
રણબીર કપૂર ફિલ્મ ‘રામાયણ’માં, ભગવાન રામની ભૂમિકા ભજવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. માહિતી મળી છે કે, રણબીરે આ માટે નોન વેજ અને દારૂ છોડી દીધો હતો. રામના રોલ માટે તેણે, ખાસ ટ્રેનિંગ લેવી પડશે તેવી ચર્ચા છે. આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનાથી શરૂ થશે.
