પટના, નવી દિલ્હી, 22 ઓક્ટોબર : બિહારના ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં આજે (રવિવારે) સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.
રાજધાની પટના, ગોપાલગંજ, મોતિહારી, છપરા અને બગહા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં સવારે લગભગ 7.24 વાગ્યે લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પડોશી દેશ નેપાળમાં દરબુંગ નજીક હોવાનું કહેવાય છે. આ જગ્યા ચીન બોર્ડર પાસે છે. લોકોએ થોડીક સેકન્ડો માટે ભૂકંપના આંચકા અનુભવ્યા અને પોતાના ઘરની બહાર આવી ગયા. અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
