રાજપીપળા/અમદાવાદ,18 ઓકટોબર ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે દેડિયાપાડા તાલુકાના નવા સૂકા આંબા પ્રાથમિક શાળાના બાળકોને એક સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવા તેમજ બાળકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવા ગામની બહેનોએ શાળાના પટાંગણમાં સાફસફાઈ કરીને એક ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
