
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ. સ.). સિક્કિમમાં અચાનક આવેલા પૂર બાદ સ્થિતિમાં સુધારો થવા લાગ્યો છે. સેનાએ સિક્કિમમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ પૂર્ણ કરી લીધું છે. હવે સ્થાનિક લોકોની સાથે સેના મજૂરોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, સિક્કિમ માં પૂરના કારણે અત્યાર સુધીમાં 40 લોકોના મોત થયા છે. 14 દિવસ બાદ પણ હજુ 76 લોકો ગુમ છે. સેના તેમને શોધવામાં વ્યસ્ત છે.
સિક્કિમમાં ભારતીય વાયુસેનાનું રાહત અભિયાન ચાલુ છે. ભારતીય વાયુસેના (આઇએએફ) ના ચિતા, ચિનૂક, એમઆઈ-17 1-વી અને એમઆઈ-17 વી- 5 હેલિકોપ્ટર આપત્તિગ્રસ્ત લોકોને રાહત આપવા અને રાજ્ય સરકારને ટેકો આપવા માટે સતત ઉડાન ભરી રહ્યા છે.
અત્યાર સુધીમાં, ભારતીય વાયુસેનાએ 262 ઉડાન ભરી છે, જેના પરિણામે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 2002 નાગરિકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે અને 1,32,805 કિલોથી વધુ રાહત સામગ્રી નું વિતરણ કરવામાં આવ્યું છે. હાઇવે નંબર 10 આ અઠવાડિયે નાના વાહનો માટે આંશિક રીતે ખોલવામાં આવી શકે છે. આ માટે રોડની સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચિ સિંહ / દધીબલ / ડો. હિતેશ
