અગાઉ 1900ની પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થયો હતો, ત્યારબાદ હવે 124 વર્ષ પછી ફરી એકવાર ક્રિકેટ ઓલિમ્પિક રમતોમાં જોવા મળશે. 2028ના લોસ એન્જલસ (એલએ) ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સમાવેશ આપવામાં આવ્યો છે. આ માટે દક્ષિણ કેલિફોર્નિયાના પોમોના શહેરમાં “ફેરપ્લેક્સ” નામના કામચલાઉ સ્ટેડિયમમાં મેચો રમાશે. ક્રિકેટ હવે વધુ લોકપ્રિય અને ઝડપી ટી-20 ફોર્મેટમાં રમાશે, જે નવા દર્શકોને આકર્ષશે.
BulletsIn
-
2028ના એલએ ઓલિમ્પિકમાં 124 વર્ષ બાદ ક્રિકેટનું પુનરાગમન થશે.
-
આ માટે દક્ષિણ કેલિફોર્નિયાના પોમોના શહેરમાં “ફેરપ્લેક્સ” નામનું સ્ટેડિયમ બનાવવામાં આવશે.
-
ફેરપ્લેક્સ 500 એકરમાં વિસ્તરેલું છે અને 1922થી લોસ એન્જલસ કાઉન્ટી મેળાનું આયોજન કરે છે.
-
ઓલિમ્પિક રમતો 14 જુલાઈથી 30 જુલાઈ 2028 દરમિયાન યોજાશે.
-
અગાઉ 1900માં ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે બે દિવસીય મેચ રમાઈ હતી.
-
2028માં ક્રિકેટ ટી-20 ફોર્મેટમાં રમાશે, જેથી વધુ લોકપ્રિયતા અને નવી પ્રેક્ષકોને આવકાશ મળે.
-
ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા વિભાગમાં કુલ 6-6 ટીમો ભાગ લેશે.
-
દરેક ટીમ માટે 15 ખેલાડીઓ સહિત કુલ 90 ખેલાડીઓને ક્વોટા આપવામાં આવ્યો છે.
-
હજુ સુધી ક્વોલિફાઇંગ રૂટ અને કટ-ઓફ જાહેર કરાયા નથી.
-
ક્રિકેટ ઉપરાંત બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશને પણ સ્થાન મળ્યું છે.
