નવી દિલ્હી, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી આવૃત્તિ માટે બીસીસીઆઈ દ્વારા, ફિટ જાહેર કર્યા પછી, સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે કહ્યું કે,’ એવું લાગે છે કે, હું ફરીથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.’
પંતે બુધવારે દિલ્હી કેપિટલ્સ દ્વારા જાહેર કરાયેલા, સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, હું એક જ સમયે ઉત્સાહિત અને નર્વસ છું. એવું લાગે છે કે, હું ફરીથી પદાર્પણ કરવા જઈ રહ્યો છું.”
26 વર્ષીય પંત, જેણે નજીકના જીવલેણ માર્ગ અકસ્માત પછી વ્યાપક પુનર્વસન અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા પસાર કરી હતી, તે 14 મહિના પછી વ્યાવસાયિક ક્રિકેટમાં પરત ફરશે.
ભાવુક પંતે કહ્યું, “હું જેમાંથી પસાર થયો તે પછી ફરીથી ક્રિકેટ રમી શકવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. હું અમારા તમામ શુભેચ્છકો અને પ્રશંસકો અને સૌથી અગત્યનું, બીસીસીઆઈ અને એનસીએના સ્ટાફનો આભારી છું. તેમનો તમામ પ્રેમ અને સમર્થન, મને અપાર શક્તિ આપતુ રહ્યું છે.”
આ પ્રસંગે બોલતા, દિલ્હી કેપિટલ્સના ચેરમેન અને સહ-માલિક પાર્થ જિંદલે, જણાવ્યું હતું કે, “અમે રિષભનું દિલ્હી કેપિટલ્સ પરિવારમાં સ્વાગત કરતાં આનંદ અનુભવીએ છીએ. પડકારોનો સામનો કરવામાં તેઓએ જે પ્રકારની ધીરજ અને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે, તે પ્રેરણાદાયી છે. અમે તેમની પુનઃપ્રાપ્તિ યાત્રાનો એક ભાગ બનવા બદલ આભારી છીએ, જે અસાધારણ રહી છે.” ઋષભનું પુનરાગમન એ તાજેતરના સમયમાં સૌથી અપેક્ષિત પુનરાગમન છે, અને હું તેને ફરીથી સ્પર્ધામાં જોવા માટે, રાહ જોઈ શકતો નથી.
દિલ્હી કેપિટલ્સ ટીમ શનિવાર 23 માર્ચે, મોહાલીના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે, તેમના આઈપીએલ 2024ના અભિયાનની શરૂઆત કરશે.
