નવી દિલ્હી, આમિર ખાન અને કિરણ રાવને બોલિવૂડમાં આદર્શ કપલ તરીકે, જોવામાં આવતા હતા. પરંતુ, જ્યારે બધું બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે તેઓએ 2021 માં તેમના અલગ થવાની જાહેરાત કરી. કિરણ રાવ અને આમિરે 2005માં લગ્ન કર્યા હતા. તે પહેલા તેઓ થોડા સમય માટે, ડેટિંગ કરી રહ્યા હતા. એવી અફવા હતી કે, આમિરે તેની પહેલી પત્ની રીના દત્તાને છૂટાછેડા આપી દીધા કારણ કે, તે કિરણ રાવને ડેટ કરે છે. હવે કિરણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, આ અંગે ટિપ્પણી કરી છે.
કિરણ રાવે તાજેતરમાં મીડિયા સાથેની મુલાકાતમાં આમિર અને તેના સંબંધો પર ટિપ્પણી કરી હતી. એવું કહેવાય છે કે, ‘લગાન’ના શૂટિંગ દરમિયાન કિરણ અને આમિર વચ્ચેની નિકટતાના કારણે, આમિરે તેની પહેલી પત્ની રીનાને છૂટાછેડા આપી દીધા હતા. પરંતુ, કિરણે કહ્યું કે,’ ‘લગાન’ના શૂટિંગ દરમિયાન અમે એકબીજા સાથે વાત પણ કરી ન હતી.’ તેણે કહ્યું, ઘણા લોકોને લાગે છે કે, આમિર અને હું લગાનથી સાથે છીએ. પરંતુ, એવું નથી. અમે ફિલ્મ સ્વદેશ દરમિયાન સાથે આવ્યા હતા. તે સમયે તે મંગલ પાંડેનું શૂટિંગ પણ કરી રહ્યો હતો. અમે આશુતોષ ગોવારિકર સાથે કામ કર્યું હતું. અમે સાથે કામ કર્યું હતું. પરંતુ, લગ્નના 3-4 વર્ષ પછી અમે ભેગા થયા. હું તેના સંપર્કમાં પણ નહોતી.”
કિરણ રાવે કહ્યું કે, લગાનના શૂટિંગ દરમિયાન, મેં આમિર સાથે વાત પણ કરી ન હતી. જ્યારે આમીર અને હું 2004માં સાથે જોવા મળ્યા હતા, ત્યારે લોકોને લાગતું હતું કે અમે લગાન પછી સાથે છીએ અને તેથી જ તેમના છૂટાછેડા થઈ ગયા પરંતુ તે સાચું નથી.
આમિરે 2001માં તેની પહેલી પત્ની રીનાને, છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ 2004માં તેણે બીજા લગ્ન કર્યા અને કિરણ રાવ સાથે, જીવનની શરૂઆત કરી. આમિર અને કિરણને એક પુત્ર આઝાદ છે. હાલમાં જ કિરણ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ’ રીલિઝ થઈ છે. આ ફિલ્મ આમિર ખાને પ્રોડ્યુસ કરી છે.
