નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી : 3 ડિસેમ્બર 2023ના રોજ, ઓડિશાના કટકમાં જવાહર નવોદય વિદ્યાલયમાં શરૂ થયેલ ફૂટબોલ ફોર સ્કૂલ્સ (એફ4એસ) કાર્યક્રમ હવે, ઓડિશાના અંગુલ, ઢેકનાલ-દેવગઢ, ગોવામાં ઉત્તર ગોવા, દક્ષિણ ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્ય દાદરા-નગર હવેલી અને દમણ-દીવ સુધી પહોંચ્યું છે.
શાળાઓના મોટા પ્રોજેક્ટ માટે ફીફા ફૂટબોલના ભાગ રૂપે શરૂ કરાયેલ, એફ4એસની પહેલ, શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ફૂટબોલની ઍક્સેસ વધારવા, રમત પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપવા અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એઆઇએફએફ) અને ફેડરેશન ઈન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન (ફીફા)ના સહયોગથી, હાથ ધરવામાં આવેલી આ એક પરિવર્તનકારી યાત્રા છે.
જવાહર નવોદય વિદ્યાલયના સક્ષમ નેતૃત્વ હેઠળ, જે એફ4એસ પ્રોગ્રામ માટે નોડલ સંસ્થા તરીકે સેવા આપે છે. આ પહેલનો હેતુ વૈશ્વિક સ્તરે આશરે 700 મિલિયન બાળકોના શિક્ષણ, વિકાસ અને સશક્તિકરણમાં યોગદાન આપવાનો છે. આ કાર્યક્રમનો હેતુ, સંબંધિત સત્તાવાળાઓ અને હિતધારકો સાથે મળીને શિક્ષણ પ્રણાલીમાં ફૂટબોલ પ્રવૃત્તિઓને એકીકૃત કરીને છોકરાઓ અને છોકરીઓ બંને માટે ફૂટબોલને વધુ સુલભ બનાવવાનો છે. આ પ્રોગ્રામથી ભારતની 1.5 લાખથી વધુ શાળાઓને ફાયદો થશે.
સહયોગ, એકીકરણ, નોડલ સંસ્થાઓ અને લિંગ સમાવિષ્ટતા એ ફીફા એફ4એસ પ્રોગ્રામના, કેટલાક હાઇલાઇટ્સ છે. આ કાર્યક્રમ, તેના બહુપરીમાણીય અભિગમ સાથે, વિદ્યાર્થીઓને માત્ર ફૂટબોલ રમવાના આનંદ સાથે પરિચય કરાવવાની જ નહીં પરંતુ ટીમ વર્ક, શિસ્ત અને ફિટનેસના મૂલ્યો પણ તેમના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનું કામ કરે છે.
કાર્યક્રમના ભાગ રૂપે, ક્ષમતા-નિર્માણ/ટ્રેન-ધ-ટ્રેનર કાર્યક્રમો આ પહેલા ઓક્ટોબર 2023માં બેંગલુરુ, પુણે અને સંબલપુરમાં યોજવામાં આવ્યા હતા. જ્યાં ભારતભરના શારીરિક શિક્ષણ શિક્ષકોના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, કેવીએસ, એન્વીએસ અને એઆઇએફએફના લગભગ, 300 શારીરિક શિક્ષક/પ્રશિક્ષણાર્થીઓએ, શ્રેષ્ઠમાંથી શીખવાના ઉદ્દેશ્ય સાથે ભાગ લીધો અને રાજ્ય સ્તરે માસ્ટર ટ્રેનર તરીકે, તેમની તાલીમ અને કૌશલ્યોનો ઉપયોગ કર્યો.
