મોન્ઝા (ઇટલી),નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર (હિ.સ.) ડિફેન્ડિંગ
વર્લ્ડ ચેમ્પિયન મેક્સ વેરસ્ટાપેને રવિવારે ઇટાલિયન ગ્રાન્ડ પ્રિકસ જીતીને,
ફોર્મ્યુલા-1 માં મેકલેરેનનું
વર્ચસ્વ ધીમું કર્યું. વેરસ્ટાપેને પોલ પોઝિશનથી શાનદાર શરૂઆત કરીને ઐતિહાસિક
પ્રદર્શન કર્યું અને રેસ જીતી.
રેડ બુલના ડચ ડ્રાઇવર્સ, લેન્ડો નોરિસ અને ચેમ્પિયનશિપ લીડર
ઓસ્કાર પિયાસ્ટ્રીને હરાવીને જીત મેળવી. શનિવારે ક્વોલિફાઇંગ દરમિયાન, વેરસ્ટાપેને એફ-1 ઇતિહાસમાં સૌથી
ઝડપી લેપ ટાઇમ લઈને પોલ હાંસલ કર્યો હતો.
જોકે, વેરસ્ટાપેને માટે સતત પાંચમું ડ્રાઇવર્સ ટાઇટલ જીતવું
મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે તે પિયાસ્ટ્રીથી 94 પોઇન્ટ પાછળ છે. પિયાસ્ટ્રી ત્રીજા સ્થાને
રહ્યો અને એકંદર પોઈન્ટ ટેબલમાં હજુ પણ પિયાસ્ટ્રીથી 31 પોઇન્ટ આગળ છે, જ્યારે નોરિસ
બીજા સ્થાને છે.
મેકલેરેન અત્યાર સુધીની સિઝનમાં, પ્રભુત્વ ધરાવે છે અને ચાર
સિવાય તમામ ગ્રાન્ડ પ્રિકસ જીતી ચૂક્યો છે. વેરસ્ટાપેનની જીત વર્તમાન સિઝનમાં તેની
ફક્ત ત્રીજી સફળતા છે. મે મહિનામાં, એમિલિયા રોમાના ગ્રાન્ડ પ્રિકસ જીત્યા પછી ઇટલીમાં
આ તેની બીજી મોટી જીત છે.
ચાર્લ્સ લેક્લેર્ક ચોથા સ્થાને રહ્યા, ફેરારી ચાહકોની
આશાઓ પર પાણી ફેરવી દીધું. તેમના સાથી લુઇસ હેમિલ્ટનને પાંચ સ્થાનના ગ્રીડ
પેનલ્ટીને કારણે 10મા સ્થાનેથી
શરૂઆત કરવી પડી હતી, પરંતુ તેઓ ઉત્તમ
ડ્રાઇવિંગના આધારે છઠ્ઠા સ્થાને પહોંચી શક્યા. જોકે, તેઓ તેમના ભૂતપૂર્વ મર્સિડીઝ સાથી જ્યોર્જ
રસેલને, પાછળ છોડી શક્યા નહીં.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
