ધર્મશાલા, નવી દિલ્હી, ધર્મશાલા ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને, પોતાના ટેસ્ટ કરિયરની 700 વિકેટ પૂરી કરી લીધી છે. 41 વર્ષીય એન્ડરસને, કુલદીપ યાદવની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે અને 700 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ઝડપી બોલર બની ગયો છે. એન્ડરસન, ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કારકિર્દીમાં 700 વિકેટ પૂરી કરનાર ત્રીજો બોલર બની ગયો છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો પર નજર કરીએ તો શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરન, 800 વિકેટ લેનાર પ્રથમ બોલર છે. આ પછી ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન શેન વોર્ન, બીજા સ્થાને છે, જેણે 708 વિકેટ પોતાના નામે કરી છે.
