લખનૌ, નવી દિલ્હી,6 મે : કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)ના ઓલરાઉન્ડર સુનિલ નરેન, ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માં ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ, પ્લેયર ઓફ ધ મેચ (પીઓટીએમ) એવોર્ડ જીતવાના આન્દ્રે રસેલના રેકોર્ડની બરાબરી કરી.
રવિવારે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં, લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામેની મેચ દરમિયાન નરેને આ સિદ્ધિ મેળવી હતી. પ્રથમ દાવમાં બેટિંગ કરતા નરેને 39 બોલમાં 207.69ના સ્ટ્રાઈક રેટથી 81 રન બનાવ્યા હતા. તેણે ક્રિઝ પર પોતાના સમય દરમિયાન, 6 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ સિવાય તેણે એક વિકેટ લીધી અને ચાર ઓવરના સ્પેલમાં, 22 રન આપ્યા. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન માટે તેને પીઓટીએમ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
આ સાથે તેની પાસે કોલકાતા સ્થિત ફ્રેન્ચાઇઝી માટે, 15 પીઓટીએમ એવોર્ડ છે. જ્યારે રસેલ પાસે કેકેઆર માટે પણ 15 પીઓટીએમ એવોર્ડ છે. કેકેઆરના ભૂતપૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે, 10 પીઓટીએમ એવોર્ડ જીત્યા છે અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
લખનૌ અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, એલએસજીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નરેનના 81 રન અને ફિલ સોલ્ટ (32), અંગક્રિશ રઘુવંશી (32) અને રમનદીપ સિંહ (25*)ની મજબૂત ઇનિંગ્સને કારણે, કેકેઆર એ 20 ઓવરમાં 6 વિકેટે 235 રન બનાવ્યા હતા. એલએસજી માટે નવીન-ઉલ-હકે, તેની 4 ઓવરમાં 49 રન આપીને 3 વિકેટ લીધી હતી. યશ ઠાકુર, રવિ બિશ્નોઈ અને યુદ્ધવીર સિંહને એક-એક વિકેટ મળી હતી.
236 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, લખનૌએ નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. માર્કસ સ્ટોઈનિસ (36) અને કેપ્ટન કેએલ રાહુલ (25) સિવાય અન્ય કોઈ બેટ્સમેન રન કરી શક્યો ન હતો અને એલએસજીની ટીમ, 16.1 ઓવરમાં 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેકેઆર તરફથી, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી.
કેકેઆર આઠ જીત, ત્રણ હાર અને 16 પોઈન્ટ સાથે ટોપ પર છે. એલએસજી છ જીત, પાંચ હાર અને 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
